ધ કપિલ શર્મા શો માં માધુરી દીક્ષિત અને અનિલ કપૂરે મચાવી ધૂમ, માધુરીએ ખોલી અનિલ ની પોલ

ધ કપિલ શર્મા શો’માં માધુરી દીક્ષિત અને અનિલ કપૂરની જોડીએ જોરદાર કોમેડી કરી હતી. માધુરી દીક્ષિતે અનિલ કપૂરનું આવું રહસ્ય લોકોની સામે મૂક્યું, જેના પછી બધા ખડખડાટ હસી પડ્યા.
માધુરી દીક્ષિતે કોમેડી શોમાં કહ્યું કે અનિલ કપૂર જમતી વખતે શું કરે છે. માધુરી દીક્ષિતે ખુલાસો કર્યો કે અનિલ કપૂર લંચના સમયે ક્યારેય પોતાની પ્લેટમાંથી ખાતો નથી. તે હંમેશા આસપાસ ફરે છે અને અન્યની પ્લેટમાંથી ભોજન ખાય છે.
અનિલ કપૂરની પોલ ખુલ્યા બાદ દર્શકો હસવા લાગ્યા. આ પછી, અનિલ કપૂર માધુરી દીક્ષિત વિશે કહે છે કે અભિનેત્રીને ખાવાનું ખૂબ જ પસંદ છે. માધુરી દીક્ષિતને ખાવાનું ન મળે તો તેનો પારો વધી જાય છે.
માધુરી અને અનિલ વિશેની આ હકીકત જાણીને બધા હસી પડ્યા. કિસ્સો શેર કરતા અનિલ કપૂરે કહ્યું કે જ્યારે માધુરી દીક્ષિત ડાન્સ કરતી હતી ત્યારે તેને ઘણો ફાયદો થતો હતો કારણ કે તેને કંઈ કરવું નહોતું પડતું,. તેમ છતાં, તેની પ્રશંસા કરવામાં આવી હતી.

કપિલ શર્મા શોના આ વીડિયોમાં અજય દેવગન, રિતેશ દેશમુખ અને અનિલ કપૂર મજેદાર કોમેડી કરતા જોવા મળી રહ્યા છે. માધુરી દીક્ષિત સાથે બેસવાનો સંઘર્ષ દર્શકોને ખૂબ હસાવે છે.

અજય દેવગન માધુરી સાથે બેસી જાય છે, જેના પર અનિલ કહે છે કે સાહેબ, મેં તેની સાથે વધુ ફિલ્મો કરી છે, જેના પર અજય કહે છે કે એટલે જ તો તને બેસવા નથી દેતો. જેના પર અનિલ કપૂર મોઢું લટકાવીને કહે છે કે અરે સિનિયોરિટી પ્રમાણે બેસવા દો, જેના પછી અજય દેવગન હસી પડ્યો અને ત્યાંથી ઊભો થઈ ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *