સોફા વેચવાને બદલે ભૂલથી પોતાના બાળકને જ મૂકી દીધો સેલ માટે, જાણો ત્યાર પછી શું થયું

ક્યારેક અજાણતા આપણે એવી ભૂલ કરી બેસીએ છીએ જેની કલ્પના કરવી મુશ્કેલ હોય છે. બ્રિટનમાં રહેતી એક બ્રિટિશ મહિલા સાથે પણ આવું જ થયું. મહિલાને પોતાનો જૂનો સોફા વેચવો હતો, પરંતુ ભૂલથી તેણે તેના 7 મહિનાના પુત્રની તસવીર પોસ્ટ કરી દીધી. આ પછી મહિલાને આવા મેસેજ આવ્યા કે શું કહેવું.આ ભૂલ વિશે મહિલાએ પોતે જ જણાવ્યું છે.
એક રિપોર્ટ અનુસાર, ઈંગ્લેન્ડના લીડ્સમાં રહેતી લુસી બેટલના ઘરમાં ઘણા સમયથી એક સોફા પડેલો હતો, જેને તે વેચવા માંગતી હતી. તેણે આ માટે ફેસબુક પર એક જાહેરાત મૂકી, જેથી તેને ઘરે બેસીને તેના સોફા માટે સારા પૈસા મળી શકે. જો કે, આ દરમિયાન તેણે એક મોટી ભૂલ કરી અને સોફા સાથે તેના પુત્રની તસવીર પોસ્ટ કરી દીધી.
લુસીએ સોફાના વેચાણની જાહેરાતમાં લખ્યું હતું કે, ‘હું આને આજે જ વેચવા માંગુ છું’. આ પછી તેણે સોફાની 3-4 તસવીરો એ સાથે એટેચ કરી અને ફેસબુક પર અપલોડ કરી. 20 વર્ષની લ્યુસીને એ વાતનો અંદાજો જ નહોતો કે તેણે સોફા પર તેના 7 મહિનાના પુત્ર ઓસ્કરની તસવીર પણ પોસ્ટ કરી છે. લીડ્સ લાઈવ સાથે વાત કરતી વખતે, લ્યુસીએ ખુલાસો કર્યો કે તેણે ભૂલથી સોફા સાથે બાળકની તસવીર પોસ્ટ કરી દીધી હતી. આ પછી તેને સોફાની જગ્યાએ બાળક વિશે લોકો તરફથી મેસેજ મળવા લાગ્યા.
લ્યુસીને લાગ્યું કે લોકો તેને સોફા વિશે પૂછી રહ્યા છે, પરંતુ તેને તરત જ સમજાયું કે કંઈક ગડબડ હતી. લ્યુસીની પોસ્ટ પર કોમેન્ટ કરતાં એક વ્યક્તિએ લખ્યું, ‘શું હું તેને મારી ટીનેજર સાથે બદલી શકું છું’. તો અન્ય એક યુઝરે લખ્યું કે તે બાકીના બાળકો સાથે શું પસંદ કરશે? બાદમાં, અન્ય એક પોસ્ટમાં, લ્યુસીએ જણાવ્યું કે પુત્રની તસવીર ભૂલથી પોસ્ટ કરવામાં આવી હતી અને તે તેના બાળકને પોતાની પાસેથી દૂર કરવા માંગતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *