શું તમે જાણો છો ટાટા ને પાછુ મળ્યું સુકાન તેને જ સ્થાપેલી એર ઇન્ડિયાનું, જાણી લો ૬૮ વર્ષ લાગ્યા તેને પરત મેળવવામાં…

તાતા એ ૬૮ વર્ષ પછી તેને પોતે સ્થાપેલી એર ઇન્ડિયા નું સુકાન સંભાળ્યું છે. દેવામાં ડૂબેલી સરકારી એરલાઇન એર ઇન્ડિયા નો સો ટકા હિસ્સો વેચવા માટે કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી. આ માટે સરકારે તાતા ની ૧૮,૦૦૦ કરોડની બોલી ને સ્વીકારી છે.

શુક્રવારે તાતા સન્સ આ બોલી જીત્યા ની સત્તાવાર જાહેરાત કરાઈ હતી. જોકે તેની પહેલાં જ મીડિયામાં આ માહિતી લીક થઈ ગઈ હતી. રોકાણ અને જાહેર અસ્કયામત સંચાલન ના સચિવ તુહીન કાન્તા પાંડેએ શુક્રવારે એર ઇન્ડિયા નો ૧૦૦% હિસ્સો ખરીદવા તાતા સન્સના એકમ ટેલેસ પ્રા.લી. એ રૂપિયા ૧૫,૩૦૦ કરોડનું દેવું સ્વીકારીને તથા ૨,૭૦૦ કરોડની રોકડ રકમ ચૂકવવા માટે ઓફર કરી હતી. ૨૦૨૧ ના અંત સુધીમાં આ સોદો પૂરો થઈ જશે.

એર ઇન્ડિયા ખરીદવા માટે સ્પાઇસ જેટના પ્રમોટર અજયસિંહ ૧૫,૧૦૦ કરોડ રૂપિયાની ઓફર કરી હતી જ્યારે સરકારે દેવામાં ડુબેલી એરલાઇન્સને વહેંચવા માટે ૧૨,૯૦૬ કરોડ રિઝર્વ પ્રાઇઝ રાખી હતી.

જે.આર.ડી તાતાની કંપની ૬૮ વર્ષ પછી પાછી મળી :

૬૮ વર્ષ પછી તાતાએ સ્થાપેલી કંપની એર ઇન્ડિયા નું સુકાન ફરીથી તેને હાથમાં લઈ લીધું છે. આ કંપની મેળવતા ની સાથે જ ઉડ્ડયન ઉદ્યોગમાં તાતા ગ્રુપ નો દબદબો વધી જશે. દેશના હવે ત્રણ એરલાઇન વિસ્તાર એર એશિયા અને એર ઇન્ડિયા નું તાતા ગ્રૂપ માલિક બની ગયું છે.

એર ઇન્ડિયાની સાથે સેંકડો વિમાનો, હજારો તાલીમબદ્ધ પાયલટ અને ક્રૂ તથા આખા વિશ્વમાં આવેલી જમીન અને પાર્કિંગ સ્લોટ તાતા ગ્રુપના નામ થઈ ગયા છે. જોકે ૧૪,૭૧૮ કરોડો રૂપિયાની જમીન, ઇમારતો સહિતની નોન કોર અસ્ક્યામત નો સમાવેશ આ ડીલમાં થતો નથી. તેથી આ બધું ફરીથી સરકારી એર ઇન્ડિયા એસેટ હોલ્ડિંગ લિમિટેડને ટ્રાન્સફર કરવામાં આવશે.

આ ત્રીજી વખત એર ઇન્ડિયાને વેચવાનો સરકારનો પ્રયાસ છે જેમાં તેમને સફળતા મળી છે. પહેલા વર્ષ ૨૦૧૭ માં એર ઇન્ડિયાને વહેંચવા માટે મૂકી હતી પરંતુ કોઇ કંપનીએ તેમાં રસ દાખવ્યો નહોતો. ત્યારબાદ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં પણ ફરીથી તેને વેચવા માટે મૂકી હતી આ વખતે ત્રીજી ટ્રાય એ તાતા ગ્રૂપે તેને ખરીદી લીધી છે.

જોકે આ વખતે એર ઇન્ડિયાનું દેવ ટ્રાન્સફર કરવા સંબંધિત નિયમો માં થોડા ફેરફાર કરવામાં આવ્યા હતા. એર ઇન્ડિયાના નવા રોકાણકારને ટેક ઓવર માટે ૮૫:૧૫ રેશિયાથી દેવું ચૂકવવું પડશે. ૨૦૦૭ થી સ્થાનિક એરલાઇન ઇન્ડિયન એરલાઇન્સ સાથે એર ઇન્ડિયા નું જોડાણ થયા બાદ આ કંપની દેવામાં ડૂબી ગઈ હતી.

એર ઇન્ડિયા પર છે ૬૧,૫૬૨ કરોડનું દેવું :

એર ઇન્ડિયા અને તેની સાથે જોડાયેલી કંપનીઓ નું દેવું ૬૧,૫૬૨ કરોડ રૂપિયાનું છે. આ રકમમાંથી ૧૫,૩૦૦ કરોડ રૂપિયાનું દેવું તાતા ચૂકવશે. વર્ષ ૧૯૩૨માં જહાંગીર રતનજી દાદાભોય (જે.આર.ડી) એ સૌપ્રથમ એરલાઇન તાતા એરલાઈનની સ્થાપના કરી હતી. ૧૯૪૬ માં તાતા સન્સના એવીએસન ડિવિઝનનું એર ઇન્ડિયા તરીકે લિસ્ટિંગ થયું હતું.

૧૯૪૮ માં એર ઇન્ડિયા ઇન્ટરનેશનલે યુરોપ સુધી ની ફ્લાઈટ લોન્ચ કરી હતી. આ ભારતની સૌપ્રથમ ખાનગી જાહેર ભાગીદારી માંથી એક હતી. જેમાં સરકાર ૪૯ ટકા ભાગ ધરાવતી હતી અને તાતા ૨૫ ટકા અને બાકીનો હિસ્સો પબ્લિક ધરાવતી હતી. પરંતુ વર્ષ ૧૯૫૩ માં સરકારે એર ઇન્ડિયા નું રાષ્ટ્રીયકરણ કરી લીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *