શું તમે જાણો છો ગુજરાતના આ પરિવારને કે જેમને સોમનાથ મહાદેવ મંદિરને કર્યું છે આટલા કરોડનું દાન, જાણી લો આ ગુજરાતી પરિવાર વિષે

દાન-પુણ્ય ની બાબતમાં આપણું ગુજરાત સૌથી મોખરે રહે છે. ગુજરાતી લોકો દિલ ખોલીને દાન આપે છે. તમે ઘણી વખત દાનની સરવાણી જોઈ હશે. પછી તે ધૈર્યરાજ જેવા નાના બાળકને બચાવવા ની હોય કે કોરોના કાળમાં જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની હોય દરેક જગ્યાએ ગુજરાતી લોકો હંમેશા આગળ રહે છે. આવું જ એક દાન સોમનાથ મંદિરમાં સુરતના એક વ્યક્તિએ કહ્યું છે. તેણે ૨૫ કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે.

થોડા સમય પહેલાં જ પીએમ મોદીએ સોમનાથ માં થયેલ વિકાસ કાર્યોના લોકાર્પણ કર્યું છે. ત્યારે સોમનાથ મંદિરના પ્રાંગણમાં બની રહેલું ભવ્ય પાર્વતી મંદિર શ્રદ્ધાળુ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પાર્વતી મંદિર બનાવવા માટે ગુજરાતના એક હીરાના વેપારીએ દિલ ખોલીને દાન આપ્યું છે. હીરાભાઈ ભીખાભાઈ ધામેલીયા એ દાનની સરવાણી કરી છે. હીરાભાઈ મૂળ અમરેલીના સાવરકુંડલા ના વતની છે પરંતુ તે ઘણા વર્ષોથી સુરતમાં હીરા નો વેપાર કરે છે. હીરા ભાઈ નું કહેવું છે કે, મેં કોઈ દાન નથી કર્યું જે ભગવાને મને આપ્યું તેમાંથી થોડું હું તેની સેવા માટે વાપરું છું.

દર શ્રાવણ મહિનામાં ભીખાભાઈ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવે છે. ભીખાભાઈ ની પત્ની નું કહેવું છે કે, અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે અમને પાર્વતી માતાનું મંદિર બનાવવામાં સહકાર આપવાની તક મળી.

ભીખાભાઈ ધામેલીયા ને દાનવીર કર્ણ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેને વર્ષ ૨૦૧૨ માં સોમનાથ મંદિરમાં સોનાનું દાન કર્યું હતું. આ દાન માં પૂરું ૧૦૮ કિલો સોનુ અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે ફરીથી તેને સોમનાથમાં પાર્વતી મંદિર બનાવવા માટે ૨૫ કરોડ રૂપિયાનું દાન કર્યું છે.

સુરતમાં હીરા ઉદ્યોગ સાથે ભીખાભાઈ વર્ષોથી જોડાયેલા છે સુરતમાં તેની ત્રણ હીરા ની ફેક્ટરી છે. તેમાં અંદાજે ૫ હજાર કરતા પણ વધુ લોકો કામ કરે છે. સુરતમાં યોગીચોક, કાપોદ્રા અને હીરાબાગ માં તેના હીરાના કારખાના આવેલા છે. આ કારખાનામાં હીરાના કટીંગ અને પોલીસનું કામ કરવામાં આવે છે. ત્યાંથી આખા ભારતમાં અને વિદેશમાં હીરાની સપ્લાય થાય છે.

સોમનાથમાં બનનારું પાર્વતી મંદિર ખૂબ જ ખાસ હશે કારણ કે તેના બાંધકામમાં સફેદ માર્બલ નો ઉપયોગ કરવામાં આવશે. લગભગ સાડા ત્રણ વર્ષમાં આ મંદિરનું બાંધકામ પૂર્ણ થઈ જશે. આ પાર્વતી મંદિરમાં ૭૧ ફુટ ઊંચું શિખર હશે અને તેમાં ૪૪ જેટલા કોતરણીવાળા સ્તંભ હશે. આ ઉપરાંત તેમાં એક મોટો નૃત્ય મંડપ પણ બનાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *