સામાન્ય શરદી-ઉધરસ થી લઈને ખરાબ કોલેસ્ટ્રોલ કરશે દૂર, આ બીજ ના સેવનથી આંતરડાં થઈ જશે ચોખા

પપૈયા ઘણા લોકોનું ફેવરિટ ફ્રુટ હોય છે. પરંતુ પપૈયાની સાથે તેના બીજમાં પણ ભરપૂર માત્રામાં ન્યુટ્રીશન હોય છે. જો તમે પપૈયા ના બીજ નું સેવન કરશો તો ઘણા ફાયદા થશે. શરીરની તંદુરસ્તી સાથે ત્વચા અને વાળને પણ સ્વસ્થ બનાવવા માટે પપૈયા અને તેના બીજ ખૂબ જ સારા માનવામાં આવે છે. પરંતુ પપૈયા ના બીજ સ્વાદમાં સહેજ કડવા હોય છે તેથી લોકો તેને પસંદ કરતા નથી.

જોકે મોટાભાગના ફળના બીજ ને લોકો ઝેરીલા માનીને ફેંકી દેતા હોય છે. પરંતુ અમુક ફ્રુટ ના બીજ સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ ફાયદાકારક હોય છે. જો તમે પપૈયાના બીજને ડાયટમાં સામેલ કરશો તો તે તમને ઘણા ફાયદા કરી શકે છે.

ફ્રી રેડિકલ દૂર કરે :

પપૈયા ના બીજ એન્ટીઓક્સીડેન્ટ, પોલીફેનોલ તેમજ ફ્લેવોનોઈડ્સ જેવા તત્વોથી ભરપૂર હોય છે. જે આપણને શરદી-ઉધરસ જેવા સંક્રમણથી બચાવે છે. શરદી અને તાવની સમસ્યા માં પપૈયાના બીજ નું સેવન ફાયદાકારક રહે છે તે શરીરમાંથી મુક્ત રેડિકલ્સને દૂર કરે છે.

વજન ઘટાડે :

પપૈયાના બીજમાં ફાઇબર ની માત્રા સારી હોય છે તેથી પાચનતંત્રને મજબૂત બનાવવામાં ઉપયોગી થાય છે. પાચન સારું હોવાથી શરીરમાં વધારાનું ફેટ જમા થતું નથી અને તે વજનને કંટ્રોલ કરે છે. ફાઇબર રક્તચાપ ને નિયંત્રણ કરે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે.

આંતરડા માટે :

એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે પપૈયાના બીજ માં પ્રતિયોલાઈટિક એન્ઝાઇમ હોય છે, જે આંતરડા માં રહેલ બેક્ટેરિયા અને પેરાસાઈટ્સ ને ખતમ કરે છે. જેથી પેટ અને આંતરડા સ્વસ્થ રહે છે અને પાચન સંબંધિત સમસ્યા દૂર થાય છે. પપૈયા ના બીજ નું સેવન કરવાથી શરીરમાંથી ખરાબ બેક્ટેરિયા દૂર થઈ જાય છે.

પીરિયડ્સ :

ઘણી મહિલાઓને પીરિયડ્સ દરમિયાન દુખાવો અને ઊલટીની સમસ્યા થતી હોય છે તેમાંથી રાહત મેળવવા માટે પપૈયાનું બીજ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેમાં રહેલા પોષક તત્વો પીરિયડ્સ દરમિયાન માંસપેશીઓ નો દુઃખાવો દૂર કરે છે અને ઉલટી માંથી પણ રાહત આપે છે.

કોલેસ્ટ્રોલ :

પપૈયાના બીજ માં અનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે. જે શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરે છે અને લોહીના પરિભ્રમણને વધારે છે. તેથી રોજિંદા ડાયટમાં પપૈયા ના બીજ ને સામેલ કરવા જોઈએ.

પપૈયા ના બીજ નું સેવન કઈ રીતે કરવું ? :

પપૈયાના બીજ ખૂબ જ કડવા હોય છે તેથી એકલા તેને ખાઈ શકાતા નથી. તેથી પપૈયા ના બીજ નું સેવન કરવા માટે તેને સુકવીને પીસીને પાવડર બનાવી લેવો. આ પાવડરને તમે સ્મૂદી, જ્યુસ અથવા કોઈપણ મીઠાઈ માં મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *