લાંબા સમય પછી દીકરાને મળતા માએ ચપ્પલ વરસાવીને જતાવ્યો પ્રેમ, એરપોર્ટ પર હાજર લોકો જોતા રહી ગયા

મા અને બાળક ના સંબંધ ને દુનિયાનો સહુથી સુંદર સંબંધ માનવામાં આવે છે. કારણ કે મા એ બધાથી વધુ પ્રેમ બાળક ને મા કરે છે. એટલું જ નહીં એ પોતાના બાળક માટે પોતાનો જીવ પણ આપી દે છે. મા ના પ્રેમની તુલના દુનિયા ની કોઈપણ વસ્તુ થી કરી શકાય નહીં.

આ વચ્ચે સોશિયલ મીડિયા માં દીકરા અને મા નો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં મા એ પોતાના દીકરાને લાંબા અરસા બાદ મળે છે. જેમાં મા એના દીકરાને એરપોર્ટ પર જ ચંપલથી મારવા લાગે છે. આ વીડિયો બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે.

આ વીડિયો ને ઇન્સ્ટાગ્રામ પર સેર કરવામાં આવ્યો છે. જેને તમે અનવર જીબાવી ના પેજ પર જોઈ શકો છો. એની સાથે એણે કેપ્શન માં લખ્યું છે કે, ‘ માય મોમ ઇઝ બેક. ‘ આ વિડિયો પર લોકોએ જોરદાર પ્રતિક્રિયાઓ આપી છે.

એક યુઝરે કમેન્ટ માં લખ્યું કે, મા દીકરા નો સંબંધ ખુબ જ સુંદર અને અતુટ હોય છે. ત્યાં જ એક અન્ય યુઝરે લખ્યું કે, કાયમ તમે બધાએ મા ને દીકરા નો પ્રેમ આવો જ જોયો છે.

સોશિયલ મીડિયા માં સેર કર્યા ના થોડા જ સમય માં આ વીડિયો ખૂબ જ વાયરલ થયો. વીડિયો કોઈક એરપોર્ટ નો લાગી રહ્યો છે. જેમાં જોવામાં આવી રહ્યું છે કે એક દીકરો પોતાની મા ને લેવા એરપોર્ટ પહોંચે છે. એ સમયે એના હાથમાફૂલો નો એક સુંદર ગુલદસ્તો છે. જ્યારે બીજા હાથમાં એણે એક બેનર પકડ્યું છે.
‘ હમને આપકો યાદ કિયા. ‘ જેવી મા પોતાના દીકરા ની નજીક પહોંચે છે, એના પર ચંપલ વરસાવા માંડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *