જયા બચ્ચને કોન બનેગા કરોડપતિમાં ખોલી અમિતાભની પોલ, સાંભળીને દર્શકો હસી પડ્યા

ટીવીના લોકપ્રિય રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ના 1000મા એપિસોડમાં અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા અને પૌત્રી નવ્યા નવેલી નંદા હોટ સીટ પર જોવા મળશે. આ શોનો એક પ્રોમો સામે આવ્યો છે, જેમાં જયા બચ્ચને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અમિતાભ બચ્ચનને ફરિયાદ કરી છે. કરતા જણાય છે. પ્રોમો પરથી સ્પષ્ટ થાય છે કે આ એપિસોડમાં ત્રણેય અમિતાભ બચ્ચનને ખૂબ ખેંચવાના છે
વીડિયોમાં જયા અમિતાભને ફરિયાદ કરે છે. તે કહે છે કે, ‘તમે તેમને ફોન કરો, તો એ ક્યારેય ફોન ઉપાડતા જ નથી ‘. આના પર બિગ બીએ જવાબ આપ્યો, ‘જો ઈન્ટરનેટ ગડબડ થઈ જાય તો આપણે શું કરવું જોઈએ?’

ત્યારે શ્વેતા માતા જયા બચ્ચનનો પક્ષ લેતા કહ્યું કે, ‘હું સોશિયલ મીડિયા પર ફોટો મૂકશે, ટ્વીટ કરશે’. દરમિયાન, પૌત્રી નવ્યા કહે છે, જ્યારે ‘અમે પાર્લરથી આવીએ ત્યારે તમે દાદીને કહો કે તે કેટલી સારી દેખાય છે. અમારી સાથે જૂઠું બોલો છો કે ખરેખ સારા દેખાઈ રહ્યા છે.
તો બિગ બી તેનો જવાબ આપવાને બદલે કહે છે, ‘જયા કેટલી સારી લાગી રહી છે તું. પરંતુ તે તેની વાતમાં આવતી નથી અને કહે છે, ‘જૂઠું બોલવું બિલકુલ સારું નથી’. ત્યાર બાદ અમિતાભ કહે છે, ‘અરે યાર. આ સાંભળીને જયા, શ્વેતા અને નવ્યા જોરથી હસી પડ્યા.
શો ‘કૌન બનેગા કરોડપતિ’ના એપિસોડનો પ્રોમો સોની ટીવીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. કેપ્શનમાં લખ્યું છે કે, ‘KBC 1000મા એપિસોડમાં બચ્ચન પરિવાર હોટ સીટ પર હશે, જેના સવાલોના જવાબ અમિતાભ બચ્ચન આપશે’.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *