જાણો ઢીંચણના ઓપરેશન વગર ઢીંચણ અને સાંધા ના દુ:ખાવાને આ રીતે કરો ગાયબ, જીવશો ત્યાં સુધી જરૂર નહિ પડે કોઈ પણ પ્રકારની દવાની

આયુર્વેદ પાસે એવી એવી બીમારી ના ઈલાજ છે જેનો ઈલાજ આધુનિક દવાઓ માં શોધવા શક્ય બન્યા નથી. આવી જ એક વિશિષ્ટ ઔષધ છે ગૂગળ. ગૂગળ ના વૃક્ષ માંથી નીકળતા ગુંદરના ધાર્મિક ઉપયોગ વિશે તો આપણે જાણીએ છીએ પરંતુ તે સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ લાભદાયી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના ખડકાળ વિસ્તારોમાં ગૂગળના વૃક્ષ જોવા મળે છે. મોટાભાગે ગૂગળ નો ઉપયોગ ધૂપ બનાવવા માટે કરવામાં આવે છે.

ગૂગળ નો સ્વાદ કડવો હોય છે અને તે કાળું અને લાલ એમ બે રંગનું હોય છે. ગૂગળ માંથી ૪૦ કરતાં પણ વધારે ઔષધો તૈયાર કરવામાં આવે છે. વધતા વજનની સમસ્યાને દૂર કરવી હોય તો ગૂગળ નો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, હૃદય રોગ વગેરે જેવી દરેક સમસ્યાથી મુક્તિ મેળવવા માટે ગૂગળ લાભદાયી સાબિત થાય છે.

ગૂગળમાં અન્ય ઔષધિય વનસ્પતિ ઉમેરીને સંધિવાની સારવાર માટે ઉપયોગમાં લેવાય છે. તેમાં ત્રિફળા પાવડર, અમલાકી, જીરું વગેરે મિક્સ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. સંધિવા અને શરીરની બળતરા દૂર કરવા માટે ગૂગળનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. તે સાંધાને મજબૂત બનાવે છે અને સંધિવાથી રાહત આપે છે. પરંતુ એક વાત ખાસ ધ્યાનમાં રાખો કે ગૂગળનો વધારે પડતો ઉપયોગ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

આ ઉપરાંત મૂત્રમાર્ગની તમામ સમસ્યા દૂર કરવા માટે ગૂગળ ઉપયોગી થાય છે. ડીસ્યુરિયા મુત્ર માં મુશ્કેલી પેદા કરે છે તેને દૂર કરવા માટે ગૂગળનો ઉપયોગ કરી શકાય છે. તે કિડનીને પણ મજબૂત અને વધારે કાર્યરત બનાવે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ગૂગળ આશીર્વાદ સમાન છે.

ચહેરા પર પિમ્પલ્સ ની સમસ્યા દૂર કરવા માટે ગૂગળ ઉપયોગી છે કારણ કે તેમાં રહેલા એન્ટી બાયોટિક ટેટ્રાસિક્લાઈન જેવી અસર કરે છે. પીમ્પલ ના દુખાવા માંથી પણ રાહત આપે છે અને ખીલને ફરી થતા રોકે છે. તેમાં એસ્ટ્રિંજન્ટ, એન્ટિસેપ્ટિક અને એન્ટિસેપ્યુટિવ ગુણ રહેલા હોય છે જે ખીલની સારવાર માં ખૂબ જ ઉપયોગી થાય છે.

તાવ દૂર કરવા માટે પણ ગૂગળનો ઉપયોગ થાય છે તે એક એન્ટિપ્રાયરેટિક તરીકે કામ કરે છે. સ્ત્રીઓ ને માસિક ની બધી સમસ્યા દૂર કરવા માટે ગૂગળ એક પૂરક છે. વાઇરલ ઇન્ફેક્શન અને ગળા ની સમસ્યા દૂર કરવા માટે તેનો ઉપયોગ થાય છે.

ગૂગળ લોહી ને ગંઠાતું રોકે છે જેથી હૃદયની બીમારી અને સ્ટ્રોક થી પણ બચી શકાય છે. કબજિયાતને દૂર કરવા માટે પણ ગૂગળ નું ચૂર્ણ સૌથી શ્રેષ્ઠ છે. જો તેને ત્રિફળા ચૂર્ણ સાથે મિક્સ કરીને રાત્રે ગરમ પાણી સાથે પીવામાં આવે તો સવારે જ કબજીયાતથી છુટકારો મળી જાય છે.

આ ઉપરાંત પેટ ની સમસ્યાને દૂર કરવામાં પણ ગૂગળ ના પાવડર નુ સેવન કરવું હિતકારી રહે છે. ખોળો, વાળ ખરવા વગેરે જેવી વાળની સમસ્યા દૂર કરવા ગૂગળ અને વિનેગર મિક્સ કરીને રાત્રે સૂતા સમયે લગાવવું અને સવારે વાળ ધોઈ લેવા. ખાટા ઓડકાર દૂર કરવા માટે ૧ ચમચી ગૂગળ નું ચૂર્ણને ૧ કપ પાણીમાં ઓગાળીને એક કલાક સુધી રહેવા દેવું ત્યારબાદ તેને ગાળીને તેનુ સેવન કરવાથી ખાટા ઓડકાર માંથી છુટકારો મળી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *