ઇન્સ્ટાગ્રામ પર બાળકોના વપરાશ પર મુકાશે કંટ્રોલ બાળકોના માતા-પિતાને અપાશે કંટ્રોલની સુવિધા, ઇન્સ્ટાગ્રામ ફોર કિડ્સ પ્રોજેક્ટને આવ્યો રોકવામાં

લાંબા સમયથી મનુષ્ય પર ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ની અસર અંગે વાતચીત ચાલી રહી છે. તેથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ માંથી કિશોરો થોડો બ્રેક લે તેવો નવો પ્રોજેક્ટ શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર બાળકો અને કિશોરો સારું ન હોય તેવું કોન્ટેન્ટ જોવા પર હવે રોક લગાવવામાં આવશે. તેના માટે માતા-પિતા તેના બાળકો ઓનલાઇન શું કરી રહ્યા છે તે જાણી શકે તેના માટે ફેસબુકે એક નવું કંટ્રોલ રજૂ કરવાની યોજના બનાવી છે.

ફેસબુકે તેના ઇન્સ્ટાગ્રામ ફોર કિડ્સ પ્રોજેક્ટ નું કામ રોકવા ની જાહેરાત ગયા મહિને કરી હતી, તેથી ઉપયોગ કરતાઓ ને તેના પ્લાનિંગની અસરકારકતા વિષે શંકા થવા લાગી છે. ગયા રવિવારે ફેસબુક ના વાઇસ પ્રેસિડેન્ટ નિક કલેગ દ્વારા વૈશ્વિક બાબતો માટે ફેસબુક ના નવા કંટ્રોલ ની રૂપરેખા જાહેર કરવામાં આવી હતી.

તેઓ CNN અને ABC ન્યુઝ શો માં ગયા હતા જ્યાં ફેસબુકના અલ્ગોરિધમ વિશે તેમણે ઘણા સવાલો પૂછવામાં આવ્યા હતા. આ અંગે માહિતી આપતા ફેસબુકે જણાવ્યું કે, અમે સતત અમારી પ્રોડક્ટ માં સુધારો કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. અમારી પાસે કોઈ જાદુઈ છડી નથી જેથી અમે તાત્કાલિક અમારા પ્રોડક્ટ ને પરફેક્ટ બનાવી શકીએ. તેથી અમે અમારાથી બનતા પ્રયત્નો કરીને સુરક્ષિત પ્લેટફોર્મ પ્રોવાઇડ કરવાની કોશિશ કરીએ છીએ.

ફેસબુકે જણાવ્યું કે પ્લેટફોર્મ ની સુરક્ષા વધારવા માટે તેણે ૧૩ અબજ ડોલરનું રોકાણ કરેલું છે અને આ બાબત પર કંપનીના ૪૦,૦૦૦ કર્મચારીઓ કાર્યરત છે. ફેસબુક પરથી નુકસાનકારક માહિતી દૂર કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે.

ફેસબુક ના ભૂતપૂર્વ ડેટા સાઇન્ટીસ્ટ વ્હિસલબ્લોઅર ફ્રાન્સિસ હોગે ગયા અઠવાડિયે જ કોંગ્રેસ સમક્ષ ફેસબુક પર આક્ષેપ લગાવ્યા હતા, ત્યારબાદ ફેસબુકના વાઇસ પ્રેસિડેન્ટ નિક એ વિવિધ ચેનલ પર જઈને તે બાબતે ખુલાસો આપ્યો હતો. હોગે નોકરી છોડતા પહેલા ગુપ્ત રીતે કોપી કરેલા ડોક્યુમેન્ટ થકી આ આક્ષેપ કર્યા હતા.

આ બાબત પર મીડિયા માર્કેટિંગ ઉદ્યોગના વોચડોગ ફોરપ્લે ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જોશ ગોલીએ જણાવ્યું કે, કિશોરો ની પ્રવૃત્તિ પર દેખરેખ રાખવા માટે માતા-પિતાને અપાયેલા કંટ્રોલ અસરકારક નહીં હોય. તેથી આ પ્રોજેક્ટ ને રોકવા માટે પણ ફેસબુક ને જણાવ્યું હતું. તેના માટેનું કારણ તેને જણાવ્યું કે ઘણા કિશોરોએ તેના કેટલાક સિક્રેટ એકાઉન્ટ બનાવી રાખ્યા છે.

કોમ્પિટિશન પોલિસીની સબ કમિટીના અધ્યક્ષ અને મિનેસોટા ના ડેમોક્રેટિક સેન એમી ક્લોબુચરે ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, બાળકોને પ્રાઈવસીને અપડેટ કરવાનો અને અલગોરિધમ માં પારદર્શકતા વધારવા ફેરફાર કરવાનો સમય આવી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *