ડેન્ગ્યુ થી લઈને કમળા જેવી ઘણી બીમારીઓ માટે ખુબ જ ફાયદાકારક છે ગિલોય, જાણો ઉપયોગ ની રીત…

કોરોના ઓછો થયાની સાથે જ હવે ડેન્ગ્યુનો ઉપદ્રવ વધી રહ્યો છે. હવામાન બદલવાથી મોસમી રોગોનો ચેપ પણ ફેલાઈ રહ્યો છે. શરદી, ઉધરસ, વાયરલ તાવ, મેલેરિયા વગેરે જેવા રોગ પણ ઘરે ઘરે જોવા મળી રહ્યા છે. તેમાં પણ હવે શિયાળાની ઋતુ ચાલુ થશે તેથી ખાસ કરીને અસ્થમાના દર્દીઓ એ તેની સેહત નું ધ્યાન રાખવું જોઈએ.

આ બધી બીમારીઓ વચ્ચે ગીલોઈ નું સેવન તમને બચાવી શકે છે. આયુર્વેદમાં ગીલોઈ ને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે તે જીવ બચાવતી ઔષધિ છે. ગીલોઈ માં કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ વગેરે જેવા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. તેથી આજે આપણે તે કયા રોગ સામે રક્ષણ આપે છે અને તેનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે માહિતી મેળવીશું.

રોગપ્રતિકારક શક્તિ વધારે :

રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ગીલોઈ ને પાવર બુસ્ટર માનવામાં આવે છે. ગીલોઈ નો ઉકાળો પીવાથી મોસમી રોગો સામે રક્ષણ મેળવી શકાય છે. શરદી, તાવ વગેરે જેવી સમસ્યા હોય તો તે થોડા દિવસોમાં દૂર કરી દે છે.

અસ્થમા માટે :

ગીલોઈ નો ઉકાળો પીવાથી ફેફસા સાફ થાય છે અને કફ પણ દૂર થાય છે. આ ઉપરાંત તેમાં બળતરા વિરોધી ગુણ હોવાથી અસ્થમા અને શ્વાસ ના અન્ય રોગો સામે રક્ષણ મેળવવા માટે ખૂબ જ ફાયદાકારક છે.

લોહી શુદ્ધ કરે :

ગીલોઈ નો ઉકાળો શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે જેથી લોહી શુદ્ધ થાય છે. જો તમે આ ઉકાળો નિયમિત રીતે પીસો તો ત્વચા સંબંધી સમસ્યાઓ દૂર થઈ જશે કારણ કે તેમાં એન્ટીઓક્સીડેન્ટ તત્વ ભરપૂર માત્રામાં હોય છે.

કમળા માટે :

ગીલોઈ ના પાનનો રસ કમળાના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક રહે છે. આ ઉપરાંત ગીલોઈ નો ઉકાળો કબજીયાત અને ગેસની સમસ્યા પણ દૂર કરે છે.

ડેન્ગ્યુ માટે :

ડેન્ગ્યુ વાળા દર્દીઓને નિયમિત રીતે ગીલોઈ નો ઉકાળો પીવડાવવો જોઈએ. તે શરીર માં લોહીની અછત નહીં થવા દે અને પ્લેટલેટ ને પણ વધારવામાં મદદ કરશે. તેમજ તાવ પણ ઘટાડશે.

ગીલોઈ નો ઉકાળો બનાવવાની રીત :

સૌપ્રથમ ગીલોઈ ની એક દાંડી લઈ લો. ત્યારબાદ તેને સ્વચ્છ પાણીથી ધોઈને નાના કટકા કરી લો. તેને ક્રશ કરીને એક ગ્લાસ પાણીમાં ઉમેરો. ત્યારબાદ તે પાણીમાં તુલસીના પાન, કાળા મરી, આદું, હળદર પણ ઉમેરો. ત્યારબાદ આ બધી વસ્તુઓને પાણીની સાથે ઊકળવા દો જ્યારે પાણી અડધું રહે ત્યારે તેને ગાળી ને ગરમ હોય ત્યારે જ તેનું સેવન કરો.

આ ઉકાળા નો સ્વાદ વધારવા માટે તેમાં મધ અને લીંબુ પણ ઉમેરી શકો છો. નિયમિત રીતે ગીલોઈ નો ઉકાળો સ્વાસ્થ્યની ઘણી બધી સમસ્યાઓથી છૂટકારો આપશે. તેમાં પણ જો તમે લીમડાના ગળા નો ઉપયોગ કરશો તો તે વધારે ફાયદાકારક રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *