કુકરમાં શાક બનાવતા સમયે અપનાવો આ પાંચ વિશેષ ટેકનીક, સ્વાદિષ્ટ ભોજનની સાથે તમને મળશે સમય અને ગેસમાં રાહત…

મિત્રો, આપણા રસોડામા પ્રેશરકુકરનો ઉપયોગ અનિવાર્ય છે. આપણે દરરોજ તેનો શાક બનાવવા માટે તો ઉપયોગ કરીએ જ છીએ. પરંતુ શું તમે પ્રેશર કુકર ના અન્ય ઉપયોગો વિશે જાણો છો? શાક બનાવવા સિવાય પણ તે ઘણા કાર્ય માં વાપરી શકાય છે. જે આપણે કુકરનો ઉપયોગ કરતી વખતે સમય બચાવવા અને ગેસ બચાવવા માટે ની કેટલીક ટિપ્સ જોશું. તો ચાલો જોઈએ રસોઈની કેટલીક ઉપયોગી ટિપ્સ.

એકસાથે ઘણી વસ્તુ ઉકાળો :

મોટાભાગે આપણે પ્રેશર કૂકરમાં એક સમયે એક જ વસ્તુ પાકવા મુકીએ છીએ. આ વસ્તુ ખોટી છે તેનાથી સમય અને ગેસ બંને નો બગાડ થાય છે. તેથી એક કૂકરમાં એક જ સમયે જુદા જુદા વાસણમાં જુદી જુદી વસ્તુ બાફવા મૂકવી જોઈએ. તેનાથી તમારો સમય પણ બચશે અને ગેસની પણ બચત થશે.

પ્રેશર કુકરની એક્સેસરીઝ નું ધ્યાન રાખવું :

ઘણા લોકોના ઘરમાં મોટું ૫ લિટરનું કુકર હોય છે. આવા કૂકરમાં જુદા કમ્પાર્ટમેન્ટ જુદી જુદી રસોઈ બનાવવા માટે હોય છે. આ એક્સેસરીઝ આપણા કામને સરળ બનાવે છે. તેથી આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. તેનાથી એક સાથે જાજુ કામ થાય છે અને સમય બચે છે.

બે વસ્તુ એકસાથે બફાવી :

જો તમારે ઘરમાં ઓછા વ્યક્તિ હોય તો તેની રસોઈ પણ ઓછી હોય છે. તેથી દાળ-ભાત બંને વસ્તુ એક સાથે બનાવી શકો છો. તેવીજ રીતે ઇડલી અને ઢોકળા બંને એક સાથે બાફવા મૂકી શકો છો. તેમજ તેમાં કેક, ફોરમેન્ટ થતી અન્ય વસ્તુ બનાવી શકાય છે.

દાળનું પાણી કૂકરના ઢાંકણમા નહીં ચોટે :

જ્યારે કૂકરમાં માત્ર દાળ બનાવવામાં આવે ત્યારે ઘણી વખત પાણી સીટી માંથી બહાર આવવા લાગે છે અને કુકર નું ઢાંકણું ગંદુ થઈ જાય છે. આ સમસ્યા ન થાય તેના માટે કુકરમાં દાળ મૂકો ત્યારે તેમા સ્ટીલની ખાલી વાટકી દાળ ઉપર રાખી દેવી. પછી જ કુકર બંધ કરવું. આ વાટકી સિદ્ધિ મૂકવાની છે તે ધ્યાન રાખવું. આમ કરવાથી વરાળનું પાણી વાટકીમાં ભેગું થશે અને સીટી ની બહાર પાણી નહીં નીકળે.

સ્ટીમ રિલીઝીંગ પોઈન્ટનું ધ્યાન રાખવું :

પ્રેશરકૂકરમા થતી સમસ્યાઓમાથી અડધી હંમેશા સ્ટીમ રિલીઝીંગ પોઈન્ટ માં કચરો ભરાઈ જવાથી જ થતી હોય છે. આ પોઈન્ટ હંમેશા ચોખા અને ખુલ્લો રહે તેનું ધ્યાન રાખવું જોઈએ. તે કૂકરમાં દબાણ ને કંટ્રોલ કરે છે તેથી તે વ્યવસ્થિત રીતે કામ કરે તે જરૂરી છે. તેથી ખરક બરાબર પકવવામાં તે મહત્વનો ભાગ ભજવે છે.

શાક બનાવતી વખતે આ ધ્યાન રાખવું :

ઘણી વખત કૂકરમાં શાકને બધા મસાલા નાખી ને કુકર બંધ કરી દે છે. તેનાથી શાકમાં સ્વાદ આવતો નથી. આ કુકર માં વાંધો નથી શાક બનાવવાની રીત માં વાંધો છે. પહેલા કુકરમાં તેલ મૂકી ગરમ થાય પછી તેમાં બધા મસાલા ઉમેરી ને ત્યારબાદ થોડી વાર પછી જ શાક ઉમેરો. ત્યારબાદ સરખાએ બધુ મિક્સ કરીને ૨-૩ મિનિટ ચડવા દો અને ત્યાર બાદ કુકર બંધ કરો. આમ કરવાથી શાક પાકી પણ વહેલું જશે અને સ્વાદિષ્ટ પણ બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *