કેન્સરના ઈલાજ વખતે કેવા લાગતા હતા આ બોલીવુડ સ્ટાર્સ, જુઓ બોલીવુડ સ્ટાર્સ ને કેન્સર થયું હતું ત્યારની તસ્વીરો….

આપણે સૌ જાણીએ છીએ કે કેન્સર એ ખૂબ જ ગંભીર સમસ્યા છે. તેમાં પણ દિવસે દિવસે કેન્સર ના દરમાં વધારો થતો જાય છે. આજે કેટલીક મોટી હસ્તીઓ ની કેન્સર દરમિયાનની તસવીરો જોઈશું.

ઘનશ્યામ નાયક :

ઘનશ્યામ નાયક ઉર્ફે નટુકાકા ના નામથી ઓળખાતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના એક કલાકાર. આપણે જાણીએ છીએ કે હાલમાં થોડા સમય પહેલાં જ ઘનશ્યામ નાયક નું મૃત્યુ થયું છે તે પણ કેન્સરના દર્દી હતા. હાલમાં જ્યારે નટુકાકા નું મૃત્યુ થયું ત્યારે તેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. તેમાંથી એક ફોટો તેમના કેન્સરની સારવાર દરમિયાન પાડવામાં આવેલો હતો. અહીં દર્શાવેલો ફોટો જેમાં નટુકાકા સફેદ કુર્તા માં જોવા મળે છે તે ફોટો જ્યારે તેમની સારવાર ચાલુ હતી ત્યારનો છે.

યુવરાજ સિંહ :

ભારતીય ક્રિકેટ જગતના પ્રખ્યાત ખેલાડી યુવરાજ સિંહ પણ કેન્સર સામે લડી રહ્યા છે. તેમણે અમેરિકામાં તેની સારવાર કરાવી છે. કેટલાક પરીક્ષણોમાં યુવરાજના ફેફસાં માં ગાંઠ હોવાની પુષ્ટિ થઈ છે જે જીવલેણ છે. હાલમાં બોસ્ટનની કેન્સર રિસર્ચ યુનિવર્સિટીમાં કિમોથેરાપી હેઠળ તેની સારવાર ચાલી રહી છે. ત્યાંના ડોક્ટર જતીન ચૌધરી એ તે કેન્સર માંથી સાજા થઇ જશે તેવી ખાતરી આપી છે. આવતા મે મહિના સુધીમાં યુવરાજ ફરીથી સાજા થઇ જશે તેવું કહેવામાં આવી રહ્યું છે.

મનીષા કોઈરાલા :

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી મનિષા કોઇરાલા ગર્ભાશયના કેન્સર થી પીડિત છે. મનીષાએ મુંબઈની જસલોક હોસ્પિટલમાં સારવાર કરાવી હતી સૂત્રોનું કહેવું છે કે તે થોડા સમયમાં જ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ જશે. કહેવામાં આવે છે કે મનીષા વધારે પડતાં આલ્કોહોલ અને સિગરેટ પીવા ને લીધે કેન્સરના રોગ ના શિકાર બની છે. મનીષા કોઈરાલાએ ૧૯૯૧ માં આવેલી ફિલ્મ સોદાગર થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી જ્યારે તે લાંબા અંતર પછી રામગોપાલ વર્માની ભૂત રિટર્ન્સ માં જોવા મળી છે.

સોનાલી બેન્દ્રે :

સોનાલી બેન્દ્રે ને તો દરેક લોકો ઓળખતા જ હશે તેણે તેના સોશિયલ મીડિયા પર કેન્સર થવા થી લઈને તેમાંથી બહાર આવતા સમયમાં તેના દેખાવમાં થયેલ ફેરફાર સંબંધિત એક વીડિયો બનાવી ને શેર કર્યો હતો. આ વીડિયોમાં સોનાલીએ કેન્સર વિશે તેના અનુભવો પણ કહ્યા છે. સોનાલીએ કહ્યું કે, જીવનમાં પરિવર્તન કાયમી છે અને તે જીવન બદલાવે છે. આ બે વર્ષમાં ઘણી બધી વસ્તુ શીખી છે. અંધકાર ભરી ટનલમાં અંતમાં જ્યારે પ્રકાશ જોવા મળે છે તેના જેવી ધીરજ મને શીખવી છે. આ સમય દરમ્યાન મેં મારી જાતને દરરોજ ખુશ રહેવાની ક્ષમતા શીખવી છે. મારી આ યાત્રા એ મને શીખવ્યું કે હું તેનાથી વધારે છું.

વિનોદ ખન્ના :

વિનોદ ખન્ના એ અભિનેતા છે જેણે એક સમયે અમિતાભ બચ્ચનને કઠિન સ્પર્ધા આપી હતી. થોડા સમય પહેલાં જ વિનોદ ખન્નાને રિલાયન્સ ફાઉન્ડેશન અને રિસર્ચ સેન્ટરમાં દાખલ કરાયા હતા. તેના પુત્ર રાહુલનું કહેવું છે કે શરીરમાં પાણીની ઉણપને લીધે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ન્યૂઝ સાંભળતાની સાથે સોશિયલ મીડિયા પર તેની એક તસવીર ખૂબ જ વાયરલ થઇ રહી છે અને કહેવાઈ રહ્યું છે કે વિનોદ મૂત્રાશયના કેન્સરથી પીડિત છે. પરંતુ તેના દ્વારા અથવા પરિવાર દ્વારા આ બાબતે કોઈ પુષ્ટિ કરાઈ નથી. ફોટામાં જોતા લાગે છે કે વિનોદ ખૂબ જ નબળો પડી ગયો છે આ ન્યુઝ સાંભળીને તેના ચાહકોને ખૂબ જ દુઃખ થયું હતું.

તાહિરા કશ્યપ :

આયુષ્માન ખુરાના ની પત્ની તાહિરા કશ્યપ સ્તન કેન્સર નો શિકાર બની હતી. જોકે હાલમાં તે બિલકુલ ઠીક થઈ ગઈ છે. તાહિરા સોશિયલ મીડિયા પર કેન્સર વિશે ખૂબ જ જાગૃતિ ફેલાવી રહી છે. કેન્સર સમયે તાહિરા ને તેના પતિ આયુષ્માન નો પૂર્ણ સહયોગ મળ્યો હતો. સોશિયલ મીડિયા પર તાહિરા ની કેન્સર સમયની તસવીર પણ વાયરલ થઈ હતી. જેમાં આયુષ્માન પણ તેની સાથે જોવા મળ્યો હતો. જો કે એક સમયે તાહિરા આયુષ્માન સાથેના લગ્ન તોડવા ઈચ્છતી હતી, આ બાબતનો તેને પોતે ખુલાસો કર્યો હતો.

ઋષિ કપૂર :

જ્યારે ૨૦૧૮ માં ઋષિ કપૂર ને તેના કેન્સર વિશે ખબર પડી ત્યારબાદ એક વર્ષ સુધી અમેરિકામાં તેની સારવાર કરવામાં આવી હતી. તેની કેન્સરની સારવાર દરમિયાન તેની પત્ની નીતુ સિંહ હંમેશા તેની સાથે રહી હતી. જોકે તેના પરિવારે તેની માંદગી અને સારવાર વિશે કોઈ વિગત જણાવી ન હતી. ઋષિ કપૂરે તેના એક ઇન્ટરવ્યૂમાં તેની માંદગી અને સંઘર્ષ વિશે તેમજ પરિવાર તરફથી મળેલ સંયોગ વિશે જણાવ્યું હતું. ઋષિ કપૂરે જણાવ્યું હતું કે તેના માટે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *