ઓટો સેક્ટરમા હ્યુન્ડાઈ લાવી રહ્યું છે એક નવી ટેકનોલોજી, પેટ્રોલ વિના પણ ચલાવી શકશો તમે ગાડી…

હાલ આવનાર  સમયમાં પેટ્રોલ વગર જ ગાડી દોડશે આવું શક્ય બની ગયું છે. હ્યુન્ડાઇ મોટર્સ ગ્રુપે એક મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે તેઓ આગામી સમયમાં હાઈડ્રોજન ફ્યુઅલ સેલ વડે ચાલતા વાહનો લોન્ચ કરશે. ૨૦૨૮ થી હ્યુંડાઈની ગાડીઓ હાઈડ્રોજન ફ્યુઅલ સેલ વર્ઝનમાં ઉપલબ્ધ રહેશે. જોકે શરૂઆતમાં આ વર્ઝન કોમર્શિયલ વાહનોમાં જોવા મળશે. હાઈડ્રોજન ફ્યુઅલ સેલ વાળી ગાડી આવતા પેટ્રોલ અને ડીઝલ પર ચાલતી ગાડીઓના ભાવ ઘટી જશે.

હ્યુન્ડાઇ મોટર કંપની અને કિયા કોર્પોરેશન સાથે મળીને હાઈડ્રોજન ફ્યુઅલ સેલ બસ અને ફ્યુઅલ સેલ ટ્રક બનાવવાનું કામ કરી રહ્યા છે. આ પ્રોડક્ટ બજારમાં એક્ઝીએન્ટ હ્યુંડાઈ ના નામથી વેચાય છે. હાલમાં ૧૧૫ બસ દક્ષિણ કોરિયામાં ચાલી રહી છે જ્યારે તેમને ગયા વર્ષે યુરોપના દેશ સ્વિટ્ઝર્લેન્ડના હાઈડ્રોજન ફ્યુઅલ સેલ ટ્રક લોન્ચ કર્યા હતા હાલમાં ૪૫ ટ્રક ચાલી રહ્યા છે.

હ્યુંડાઈ મોટર અને કિયા દક્ષિણ કોરિયન કંપની છે, જે ભાગીદારીમાં વાહનો બનાવે છે. આ બંને કંપનીઓએ કોમર્શિયલ વિહિકલ ના ટોટલ ૨૦ મોડેલ બનાવ્યા છે, જેમાં બસ, ટ્રક અને વાન આવે છે. ગયા વર્ષે આ કંપનીઓએ સાથે ૨,૮૭,૦૦૦ વાહનો વહેંચ્યા હતા. હાલમાં બજારમાં એક ફ્યુઅલ સેલ વ્હીકલ હ્યુંડાઈ નેસ્કો એસયુવી વેચાય છે. આ ઉપરાંત હ્યુંડાઈ કંપનીએ કહ્યું છે કે તે કિયા ની ગાડીઓ માટે પણ ફ્યુઅલ શેલ બનાવશે.

ગ્રીન હાઇડ્રોજન પર વધારે ધ્યાન આપશે :

૨૦૨૫ પછી પ્રીમિયમ જીનેસીસ ફ્યુઅલ સેલ લોન્ચ થઇ શકે તેવી આશંકા છે, હાલમાં તેના માટે તૈયારી ચાલી રહી છે. હાલમાં હ્યુંડાઈ નથી બતાવ્યું કે ફ્યુઅલ સેલ વર્ઝનમાં પેસેન્જર મોડલ ક્યારે લોન્ચ કરશે. તે એક વિકલ્પ તરીકે ગ્રીન હાઈડ્રોજન ફ્યુઅલ નો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યું છે. એ વાત નિશ્ચિત છે કે આવતા સમયમાં માત્ર ઇલેક્ટ્રિક અને હાઇડ્રોજન ફ્યુલ વાળી ગાડી જ ચાલશે. હાલમાં જે ઝડપે ક્રૂડ ઓઈલ ના ભાવ વધી રહ્યા છે તે મુજબ ગ્રીન હાઈડ્રોજન અને ઇલેક્ટ્રિક ગાડીઓ વધારે ઉપયોગમાં લેવાશે. ઓટો કંપનીઓ પણ ફ્યુઅલ સેલ અને ઇલેક્ટ્રિક વાહનો બનાવવાની શરૂઆત કરી દીધી છે.

ફ્યુઅલ સેલનો ફાયદો :

હાઇડ્રોજન કાર્બન ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે કારણ કે તેનાથી પ્રદૂષણ થતું નથી. હાઈડ્રોજન ફ્યુઅલ પાણી અને ઊર્જા મુક્ત કરે છે તેથી તેમાં ધુમાડા ની પણ સમસ્યા થતી નથી. આ ટેકનોલોજી ખૂબ જ મર્યાદિત છે અને હાલમાં તેનો ઉપયોગ થઈ રહ્યો નથી. વ્હિકલ્સ માં ફ્યુઅલ સેલ નો ઉપયોગ વધ્યો છે પરંતુ તેની ગતિ ધીમી છે. હાલમાં ફ્યુઅલ સ્ટેશન ની અછત જણાય છે.

હાલ આખા વિશ્વમાં દર વર્ષે ૧૦,૦૦૦ થી ૧૫,૦૦૦ ફ્યુઅલ સેલ વડે ચાલતા વાહનો બનાવાય છે. તેમજ ૪૦-૫૦ લાખ જેટલા ઇલેક્ટ્રિક વાહનો બનાવાય છે. હ્યુંડાઈ સિવાય ટોયોટા મોટર, BMW અને ડેમલર પણ આ ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે. આ બધી કંપનીઓને યુરોપ અને ચીન પાસેથી વધારે આશા છે. કારણ કે આ દેશોએ વાતાવરણ માં કાર્બન ની માત્રા ઘટાડવા માટે જાહેરાત કરી હતી જેને લીધે ફ્યુઅલ સેલ અને ઇલેક્ટ્રિક વાહનો ની માંગ વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *