એરટેલની શાનદાર ઑફર જેમાં ખરીદો એક સ્માર્ટફોન અને મેળવો રૂપિયા ૬ હજારનું કેશબેક, જાણો શું છે ઓફર?

હાલમાં જ Airtel એ પ્રમુખ બ્રાન્ડના ૧૨,૦૦૦ સુધીની કિંમત ધરાવતા નવા સ્માર્ટફોન ખરીદનારા લોકો માટે ૬૦૦૦ સુધીના કેશ બેક ની જાહેરાત કરી છે. તેના માટે ગ્રાહકે ‘મારો પહેલો સ્માર્ટફોન’ પ્રોગ્રામ ના ભાગરૂપે કોલીટી વાળા સ્માર્ટફોન માં અપગ્રેડ કરવાનું રહેશે. આ ઉપરાંત Airtel એ જણાવ્યું કે આ લાભનો ફાયદો લેવા માટે ગ્રાહકે ૧૫૦ થી વધુ લિસ્ટેડ કરાયેલા સ્માર્ટફોનમાંથી ખરીદી કરવાની રહેશે.

કેશબેક કઈ રીતે મેળવવું ?

આ કેસબેક મેળવવા માટે ગ્રાહકોએ ૩૬ મહિના સુધી ૨૪૯ રૂપિયા કે તેનાથી વધારે નું એરટેલ પ્રિપેઇડ રિચાર્જ કરાવવું પડશે. આ કેસબેક ગ્રાહકોને બે ભાગમાં આપવામાં આવશે. પહેલો હપ્તો ૧૮ મહિના બાદ ૨૦૦૦ નો મળશે અને ત્યારબાદ બીજો હપ્તો ૩૬ મહિના પછી ૪૦૦૦ રૂપિયાનો મળશે.

ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટ પણ મળશે :

આ સ્કીમનો લાભ લેનારા ગ્રાહકો ને સ્માર્ટફોનની સ્ક્રિન તૂટવા પર એક વખત ફ્રી મા સ્ક્રીન રિપ્લેસમેન્ટ કરાવી દેવામાં આવશે. આ ઓફર માં ૪૮૦૦ સુધીનો લાભ લઇ શકાશે. કંપનીએ જણાવ્યું કે જો ગ્રાહક રિચાર્જ પેક માં એપ્લીકેબલ હશે તો એરટેલ થેન્ક્સ એપ પર સ્ક્રીન રીપ્લેસમેન્ટ માટે ૯૦ દિવસની અંદર નામાંકન કરાવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *