આથિયા શેટ્ટી અને કે એલ રાહુલ વચ્ચેના સંબંધ થયા કન્ફર્મ, તડપ ફિલ્મના પ્રીમિયર માં સાથે જોવા મળ્યા

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સુનીલ શેટ્ટીનો પુત્ર અહાન શેટ્ટી ટૂંક સમયમાં જ ફિલ્મ તડપથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.ફિલ્મમાં સ્ટારકિડની સામે તારા સુતારિયા જોવા મળશે.

બુધવારે આ ફિલ્મનો પ્રીમિયર યોજાયો હતો. આ દરમિયાન અહાનની ગર્લફ્રેન્ડ તાનિયા શ્રોફ પણ પહોંચી હતી. અન્ય એક ચહેરાએ પણ સ્થળ પર લોકોનું ધ્યાન ખેંચ્યું. ભારતીય ક્રિકેટર અને આથિયા શેટ્ટીનો કથિત બોયફ્રેન્ડ કેએલ રાહુલ પણ જોવા મળ્યો હતો.
કેએલ રાહુલે અહાનની બહેન અથિયા સાથે એન્ટ્રી લીધી હતી. અથિયા જ્યાં બ્લેક ટોપ અને બ્લેક પેર પેન્ટ સાથે મેચિંગ બ્લેક બ્લેઝર પહેર્યું હતું. બીજી તરફ, કેએલ રાહુલે બ્લેક ટી-શર્ટ સાથે બેજ કલરનો સૂટ પહેર્યો હતો.

બંનેએ સ્ક્રિનિંગમાં જોરદાર પોઝ આપ્યો હતો. કેએલ રાહુલ અને અથિયા એક કપલ તરીકે આ પ્રથમ પબ્લિક અપીયરન્સમાં દેખાયા છે. બંને અવારનવાર સોશિયલ મીડિયા પર એકબીજાની પોસ્ટ શેર કરતા હોય છે. રિપોર્ટ્સ અનુસાર બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જોકે તેણે આ અંગે કોઈ પુષ્ટિ કરી નથી.

જુલાઈમાં, એક સૂત્રએ જણાવ્યું હતું કે રાહુલે જુનમાં ઇંગ્લેન્ડમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઈનલ માટે રવાના થતા પહેલા અથિયાને તેના પાર્ટનર તરીકે સૂચિબદ્ધ કર્યા હતા અને બીસીસીઆઈને જાણ કરી હતી.

સૂત્રએ ખુલાસો કર્યો હતો કે, “આ કપલ ગયા મહિને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે એકસાથે ઇંગ્લેન્ડ માટે રવાના થયું હતું. રવાના થતાં પહેલાં, લોજિસ્ટિક્સ વિભાગે તમામ ખેલાડીઓને તેમની સાથે મુસાફરી કરી રહેલા લોકોના નામ પૂછ્યા હતા.

આ દરમિયાન કેએલ રાહુલે આથિયા શેટ્ટીને એનાના પાર્ટનર તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી હતી. તેણીએ એ જ બબલમાં મુસાફરી કરી હતી અને સાઉધમ્પ્ટનમાં ટીમ સાથે રહેતી હતી.” તેણીએ અહીંથી કેટલીક તસવીરો પણ શેર કરી હતી, જોકે તે આ ફોટામાં એકલી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *