આ અઠવાડિયે બનશે પુષ્પ નક્ષત્રનો એક શુભ યોગ, માંતા લક્ષ્મી ના આશીર્વાદથી આ રાશિ પર થશે ધનવર્ષા

મિત્રો, આ વર્ષે દિવાળી પૂર્વે પુષ્ય નક્ષત્ર નો એક શુભ યોગ સર્જાઈ રહ્યો છે. આ સંયોગ ૨૧ ઓક્ટોબરે મધ્યાહ્ને ૧:૩૯ થી ૨૨ ઓક્ટોબર મધ્યાહ્ને ૩:૩૮ સુધી નો રહેશે. હાલ અમે તમને આજ ના આ લેખ મા આવનાર અઠવાડિયા નું રાશિફળ જણાવીશું.

These Lakshmi mantras will give you prosperity and health

મેષ રાશી :

આ રાશી જાતકો એ આવનાર સમય માં પોતાની લાગણીઓ ને નિયંત્રિત રાખવાની આવશ્યક્તા પડશે, જો તમે તેને નિયંત્રિત નહીં કરો તો તમે અનેકવિધ સમસ્યા માં ફંસાઈ શકો. નકારાત્મક વિચારસરણી ને દૂર કરો. આવનાર સમય માં ધાર્મિક કાર્યો તરફ તમારું મન વળે. પ્રેમ સંબંધ મા અંતર વધી શકે છે. બિનજરૂરી રોકાણ થી દૂર રહેવું. સ્વાસ્થ્ય અંગે વિશેષ કાળજી લેવી.

વૃષભ રાશિ :

આવનાર સમય મા આ રાશી જાતકો નું મન ધાર્મિક કાર્યો તરફ વળશે જેના કારણે તેમના જ્ઞાન મા પણ વૃદ્ધિ થશે., વ્યવસાય મા નાણાં ની લેવડ-દેવડ કરતી વખતે વિશેષ સાવચેતી રાખવી. કાર્યક્ષેત્રે પરિવર્તન આવવાની સંભાવના રહી શકે. સહકર્મચારીઓ નો સહકાર પ્રાપ્ત થઈ રહેશે.વાણી પર નિયંત્રણ રાખવું. અભ્યાસ ક્ષેત્રે અથાગ પરિશ્રમ કરવો પડશે. સ્વાસ્થ્ય કથળી શકે.

મિથુન રાશિ :

આવનાર સમય આ રાશિજાતકો માટે લાભદાયી સાબિત થશે. આ રાશિના જાતકોમાં ઉત્સાહનો અભાવ રહેશે, જીવનસાથી સાથેના સંબંધો માં તણાવ આવી શકે છે. તમારા માન-પ્રતિષ્ઠા ને હાનિ પહોંચી શકે. ઘર નો માહોલ શાંતિમય બની રહેશે. પ્રેમ સંબંધ માટે સાનુકૂળ સમય જણાઈ આવે છે. વ્યવસાય ક્ષેત્રે ધન લાભ ના યોગ સર્જાઈ રહ્યા છે.

કર્ક રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય સફળતા થી ભરપૂર રહેશે પરંતુ , આ સફળતાના નશા ને માથે ચડવા દેશો નહિ અને ઈમાનદારી થી અથાગ પરિશ્રમ કરતાં રહેવું. વાણી પર નિયંત્રણ રાખવું નહિતર વાદ-વિવાદ સર્જાઈ શકે. ઘર નો માહોલ શાંતિમય બની રહેશે. કાર્યક્ષેત્ર મા પરિવર્તન આવી શકે જે તમારા માટે લાભદાયી સાબિત થશે.

સિંહ રાશિ :

આવનાર સમય મા દરેક કાર્ય દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસપૂર્વક કરવું. આવનાર સમય મા અમુક બાધાઓ નો સામનો પણ કરવો પડી શકે. પ્રેમ સંબંધ માટે આવનાર સમય અત્યંત શુભ સાબિત થશે. સંબંધો મા તણાવ આવે ત્યારે વડીલ ની સલાહ અવશ્યપણે લેવી. સ્વાસ્થ્ય સાનુકૂળ રહેશે. લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે.

કન્યા રાશિ :

આ રાશિજાતકો એ આવનાર સમય મા વ્યવસાય ક્ષેત્રે યાત્રા પર જવું પડી શકે. દૃઢ નિશ્ચય સાથે કાર્ય કરતાં રહો સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. બધા તણાવ છોડીને પોતાના કરિયર પર ધ્યાન આપો. કયારેય પણ પરેશાન થવાના બદલે સમજી વિચારી ને નિર્ણય લો. કોઈ મિત્ર ના સહકાર દ્વારા નોકરી મળવાના અવસર પ્રાપ્ત થઈ શકે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહી શકે છે.

તુલા રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય અત્યંત શુભ સાબિત થશે . નોકરી વ્યવસાય ના નવા અવસર પ્રાપ્ત થઈ શકે છે. કાર્યક્ષેત્રે સમસ્યાઓ ઉદભવી શકે છે, પરંતુ ડરવા ની કોઈ જ આવશ્યકતા નથી. સમાજ મા માન-સન્માન મા વૃદ્ધિ થશે. પાર્ટનર ને પોતાની લાગણીઓ જણાવો. પ્રેમ જીવન મા કઈક બદલાવ પણ થઈ શકે છે. વ્યવસાય ક્ષેત્રે ધન લાભ થશે.

વૃશ્ચિક રાશિ :

આ રાશી જાતકો માટે આવનાર સમય સુખમયી અને શાંતિમય બની રહેશે. નોકરી ક્ષેત્રે લાભ પ્રાપ્ત થશે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે આ સમય એકદમ અનુકૂળ સમય છે. વાણી નિયંત્રિત રાખવી નહિતર વાદ-વિવાદ નું સર્જન થઈ શકે. જીવનસાથી સાથે સમય વિતવા થી તમે ખુશ રહેશો. સ્વાસ્થ્ય સાનુકુળ રહેશે.

ધનુ રાશિ :

આ રાશિજાતકો માટે આવનાર સમય થોડો વિકટજનક સાબિત થઈ શકે. ઘર મા નકારાત્મકતા પ્રવેશી શકે. આવનાર દિવસો મા તમારા પર કામ નો વધારે પડતો બોજ રહેશે અને સતત કાર્યશીલ રહેવાના કારણે તણાવ ના પ્રમાણ મા વૃદ્ધિ થશે. પ્રેમ સંબંધ માટે આવનાર સમય વિપરિત સાબિત થઈ શકે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી.

મકર રાશિ :

આવનાર સમય આ રાશી જાતકો માટે લાભદાયી સાબિત થશે. તમને તમારા કાર્યક્ષેત્રે તમારા સહકર્મીઓ નો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થઈ રહેશે. તમારા આત્મવિશ્વાસ મા વૃદ્ધિ થશે. આવક સાથે ખર્ચ મા પણ વૃદ્ધિ થશે. પ્રેમ સંબંધ માટે સાનુકૂળ સમય જણાઈ આવે છે. કોર્ટ કચેરી ના કાર્યો થી દૂર રહેવું. વાણી પર નિયંત્રણ રાખવું.

કુંભ રાશિ :

આવનાર સમય મા કોઈપણ કાર્ય સમજી વિચારી ને શરૂ કરવું. તમારા તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે. પોતાના જીવનસાથી નો પ્રેમ અને વિશ્વાસ પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. જુના પ્રેમ થી મુલાકાત થઈ શકે છે. માનસિક તણાવ મા વૃદ્ધિ થઈ શકે. સ્વાસ્થ્ય અંગે વિશેષ સાવચેતી રાખવી. કોઈ અગત્ય ના કાર્ય હેતુસર યાત્રા પર જવું પડી શકે.

મીન રાશિ :

આવનાર સમય આ રાશી જાતકો માટે કષ્ટદાયી સાબિત થશે. વિચારો મા નકારાત્મકતા રહેશે જેના કારણે તમારા દરેક બનતાં કાર્યો બગડી જશે. જીવનસાથી સાથે ના સંબંધો ગાઢ બનશે. કાર્યસ્થળ મા પરિવર્તન થવાના યોગ સર્જાઈ રહ્યા છે જે તમારા માટે લાભદાયી સાબિત થશે. સ્વાસ્થ્ય સાનુકૂળ રહેશે. વાદ-વિવાદ થી દૂર રહેવું. ઘર નું વાતાવરણ ખુશનુમા બની રહેશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *